IGOT કર્મયોગી પ્લેટફોર્મ પર તાલીમ 2026

IGOT કર્મયોગી પ્લેટફોર્મ પર તાલીમ તા.૩૧/૦૩/૨૬ સુધીમાં લેવા બાબત 

મહત્વપૂર્ણ લિંક 

કર્મયોગી ભારત પોર્ટલ નવ નિયુક્ત વિદ્યા સહાયકો માટે રજીસ્ટ્રેશન કરવાના સ્ટેપ્સ જોવા માટે અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ લિંક 

iGOT કર્મયોગી Portal પર દરેક કર્મચારીએ 2 થી 8 એપ્રિલ સુધી ઓછામાં ઓછું 4 કલાક જોડાવવાનું ફરજિયાત છે તે બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ લિંક 

શિક્ષકો માટે iGOT કર્મયોગી તાલીમ સંપૂર્ણ પ્રક્રિયા | Login, Course, Certificate Downloadના સ્ટેપ્સ જોવા માટે અહીં ક્લિક કરો 

IGOT કર્મયોગી પ્લેટફોર્મ પર તાલીમમાં જોડાવવા ની એપ્માલિકેશન માટે અહીં ક્લિક કરો 

IGOT કર્મયોગી પ્લેટફોર્મ પર તાલીમમાં જોડાવવા ની લિંક માટે અહીં ક્લિક કરો 

GOT કર્મયોગી પ્લેટફોર્મ પર તાલીમ તા.૩૧/૦૩/૨૬ સુધીમાં લેવા બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 

 IGOT કર્મયોગી પોર્ટલ પર તાલીમ લેવા ના સ્ટેપ્સ નીચે મુજબ છે.

👉🏻 Click Above Link અથવા એપ download

👉🏻 OTP લોગીન પસંદ કરો 

👉🏻 નંબર નાખો, લોગીન થાવ 

👉🏻 પ્રોફાઈલ અપડેટ કરો (optional )

👉🏻 Find Course,

👉🏻 Select Enroll

IGOT કર્મયોગી પ્લેટફોર્મ પર તાલીમ તા.૩૧/૦૩/૨૬ સુધીમાં લેવા બાબત
પ્રિય ગુજરાતના શિક્ષકો,

આપ સૌને સ્નેહભર્યા અભિવાદન.

કૃપા કરીને આ સંદેશને *અત્યંત તાત્કાલિક અને ફરજિયાત* તરીકે ગણશો.

મિશન કર્મયોગી અંતર્ગત, ભારત સરકારની ક્ષમતાવર્ધન પહેલ મુજબ, સરકારના ઑનલાઇન તાલીમ પ્લેટફોર્મ iGOT પોર્ટલ પર સક્રિય ભાગીદારીની હાલમાં કેન્દ્ર સ્તરે સમીક્ષા ચાલી રહી છે. ગુજરાતના કુલ યુઝર્સમાં લગભગ એક-તૃતીયાંશ (1/3) શિક્ષકો છે, તેથી રાજ્યનું પ્રદર્શન સુધારવા માટે આપનો સહભાગ અત્યંત મહત્વનો છે.

કરવાનું કાર્ય (*ફરજિયાત*):iGOT પ્લેટફોર્મ પર નીચે આપેલ કોર્સમાંથી કોઈ એક કોર્સ 31 માર્ચ 2026, રાત્રે 11:59 વાગ્યા સુધી પૂર્ણ કરો.

1) Understanding and Preventing Lifestyle Diseases – Armed Forces Medical College (28 મિનિટ 30 સેકન્ડ)

2) Work Ethics – Indian Railway Institute of Transport Management (25 મિનિટ)

*કોર્સ ઍક્સેસ કરવાની રીત*:

1) Google Play Store માંથી Karmayogi Bharat એપ ડાઉનલોડ કરો.

2) Login (Register નહીં) પર ક્લિક કરો → તમારા મોબાઇલ નંબર અને OTP દ્વારા લૉગિન કરો.(ગુજરાત સરકારના તમામ કર્મચારીઓ પહેલેથી જ તેમના મોબાઇલ નંબરથી નોંધાયેલા છે.)

3) ઉપરોક્ત કોર્સમાંથી પસંદ કરેલ કોર્સનું નામ કૉપી કરીને એપના Search Bar માં પેસ્ટ કરો.

4) Enroll પર ક્લિક કરીને કોર્સ પૂર્ણ કરો.

5) અસેસમેન્ટ પૂર્ણ કર્યા પછી સર્ટિફિકેટ આપમેળે તમારા પ્રોફાઇલમાં જનરેટ થશે.

તમારી પ્રગતિ સંબંધિત DEOs/DPEOs દ્વારા મોનિટર કરવામાં આવશે, તેથી *સમયમર્યાદામાં પૂર્ણ કરવું અત્યંત જરૂરી છે*.

સંદર્ભ- સ્પીપા, અમદાવાદ દ્વારા આયોજીત Video Conference, તા-૧૮/૦૩/૨૬

આથી તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી અને શાસનાધિકારીશ્રીને જણાવવાનું કે, તા.૧૮/૦૩/૨૦૨૬ના રોજ માન. નિયામકશ્રીની અધ્યક્ષતામાં સ્પીપા, અમદાવાદ દ્વારા Video Conference આયોજીત કરવામાં આવેલ હતી. જેમાં IGOT કર્મયોગી પ્લેટફોર્મ પર સરકારી કર્મચારીઓની સક્રિય ભાગીદારી વધારવા સંદર્ભે સૂચના આપવામાં આવેલ.

Get Video Conferenceમાં અપાયેલ સૂચના મુજબ આપના તાબાના તમામ શિક્ષકશ્રીઓ તા.૩૧/૦૩/૨૦૨૬ સુધીમાં IGOT કર્મયોગી પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કોર્ષ પૈકી ઓછામાં ઓછો એક કોર્ષ પૂર્ણ કરે તે આપની કક્ષાએથી સુનિશ્ચિત કરવાનું રહેશે

Leave a Comment