જીલ્લા ફેર બદલી કેમ્પ જાહેર.

જિલ્લા/નગર શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક (ધો.૧ થી ૫) અને ઉચ્ચ પ્રાથમિક શાળાઓ (ધો.૬ થી ૮ વિષયવાર) તમામ માધ્યમના શિક્ષકોની જિલ્લા/શિક્ષણ સમિતિ (સંબંધિત) માં જિલ્લા ફેર બદલીઓ શિક્ષણ વિભાગના બદલી ઠરાવ ક્રમાંક:પીઆરઈ/૧૧૨૦૧૨/૬૨૧૦૬૫/ક (ભાગ-૧) તા:- ૧૧/૦૫/૨૦૨૩ અને ત્યારબાદના વખતોવખતના સુધારા ઠરાવની જોગવાઈઓ ધ્યાને લઈને જિલ્લા ફેર બદલી કરાવવા ઈચ્છતા શિક્ષક પાસેથી નિયત નમુનામાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવનાર છે. સંબંધિત જિલ્લા શિક્ષણ સમિતિ અને નગર શિક્ષણ સમિતિ હસ્તકના શિક્ષાકો બદલી અંગેની ઓન-લાઈન અરજી તા- ૨૧/૦૪/૨૦૨૬ ના ૧૨.૦૦ કલાક થી તા> ૨૩/૦૪/૨૦૨૬ ના ૨૩,૫૯ કલાક દરમ્યાન આ કચેરીની વેબસાઈટ www.dpegujarat.in ઉપર મુકવામાં આવેલ સુચના મુજબ કરવાની હેશે

૧. જિલ્લા/નગર શિક્ષણ સમિતિમાં પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક (વિષયવાર) શાળાની ખાલી જગ્યાઓની વિગતવાર માહિતી, જિલ્લા ફેર બદલી અંગે ઓનલાઈન અરજી કરવા માટેની સૂચનાઓ તથા બદલી અંગેના પ્રવર્તમાન નિયમોની માહિતી www.dpegujarat in વેબસાઈટ પર ઉપલબ્ધ છે.

૨. ઓનલાઇન પધ્ધતિથી જિલ્લા ફેર બદલી કેમ્પ આયોજિત થતા હોઇ જિલ્લા ફેર બદલી કરવા ઇચ્છતા અરજદાર શિક્ષકો દ્વારા પોર્ટલ પર અરજી કરતી વખતે ધ્યાનમાં રાખવાની જરૂરી તમામ સુચનાઓ તેમજ ઠરાવની જોગવાઈઓનો અભ્યાસ કર્યા બાદ જ અરજી કરવાની રહેશે. અરજી કરવાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ અરજીમાં સુધારો કરવાની અરજદાર શિક્ષકની રજુઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહી.

૩. પ્રથમ તબક્કાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ઉપલબ્ધ ખાલી જગાઓ માટે સામાન્ય તબક્કા માટેની તારીખો વેબસાઈટ ઉપર જાહેર કરવામાં આવશે. એ મુજબ અરજી કરવાની રહેશે તે અંગે અલગથી જાહેરાત આપવામાં આવશે નહી. અરજદાર શિક્ષકો દ્વારા જિલ્લા ફેર બદલી (ઓનલાઈન) કેમ્પની કાર્યવાહી પૂર્ણ થાય ત્યાં સુધી આ વેબસાઇટ જોવાની રહેશે

૪. જે સંબંધિત જિલ્લા/નગર શિક્ષણ સમિતિમાં તમામ માધ્યમવાર વિભાગ કે વિષય મુજબ અગ્રતા કે શ્રેયાનતાની જગ્યા ખાલી હશે ત્યાં જ જિલ્લા ફેર બદલી (ઓનલાઈન) માટે અરજી કરી શકાશે.

૫. શિક્ષણ વિભાગના તાઃ- ૧૧/૦૫/૨૦૨૩ ના ઠરાવના પ્રકરણઃ- G(13) માં કરવામાં આવેલ જોગવાઈ મુજબ જિલ્લા ફેર બદલી અંગેનો હુકમ કોઈ પણ સંજોગોમાં રદ કરવામાં આવશે નહી જે ધ્યાને લેશો

જીલ્લા ફેર બદલી કેમ્પ જાહેર.

Leave a Comment